Tuesday, July 7, 2009

પેટ પકડીને હસાવે એવી રમુજ......

મારો ભાઈબંધ મનસુખ ગાંડો થઈ ગયો. મનસુખને જોવાથી ડાહ્યાને પણ ખબર ન પડે કે મનસુખ સર્વિસ માગે છે પણ બોલે એટલે ગાંડાને પણ ખબર પડી જાય કે આપણી સંખ્યામાં વધારો થયો છે, મનસુખનું પાગલપન એવું હતું કે એ આખો દિવસ એક જ વાકય બોલ્યા કરતો હતો, મોટો થઈશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારીશ, જે રીતે ગ્રામોફોન રેકર્ડ ઉપર પીન ચોંટી જાય અને ગીતની એક જ લાઈન વારંવાર વાગ્યા કરતી એવી હાલત મનસુખની હતી.
જુવાનજોધ દીકરો અચાનક એકવચની થઈ જવાથી એના બાપાનું બી.પી. વધી ગયું એમને થયું કે મનસુખ આ રીતે મને દુ:ખ આપ્યા કરશે તો આ રૂપિયાને કેવી રીતે વટાવી શકીશુ? તેથી એક દિવસ મને બોલાવ્યો, મારા મિત્રોનાં વડીલોને એમ છે કે હું બહુ બુદ્ધિશાળી છું કારણ એ લોકોએ મારા વડીલો પાસેથી સાચી હકીકત મેળવી નથી, મનસુખનાં બાપાએ મને બોલાવીએ કહ્યું કે કાલે તારે મનસુખને લઈને ગાંડાની હોસ્પિટલમાં જવું પડશે, મનસુખને રિપેર કરાવવો પડશે, તારી સાથે બહેરો પણ આવશે.

આ બહેરો એટલે મનસુખના ગોરધનકાકા, એ જન્મથી બંને કાને સો એ સો ટકા બહેરા છે. એમને એમ છે કે ભગવાન કાન બે કામ માટે જ આપ્યા છે, એક ચશ્માંની ડાંડલી ટિંગાડવા માટે અને બીજું મેલ કાઢવા માટે, વડીલો એમને બહેરો કહેતા હોવાથી અમે એમને બહેરાકાકા કહીએ છીએ, એમનું સાચું નામ ગોરધન છે.

બીજા દિવસે મનસુખ લઈને હું અને બહેરાકાકા રવાના થયા. એમાં પણ આજે તો નાહી-ધોઈને નવા કપડાં પહેરીને એવો તૈયાર થયો હતો કે દેખાવ ઉપરથી ડાહ્યા જેવો લાગતો હતો, એની સામે મારો ભીનો વાન, ટૂંકાવાળ, વળી કપડાંની બાબતમાં જન્મથી જ બેદરકાર એટલે દેખાવ ઉપરથી તો એ બંને મને મૂકવા આવતાં હોય એવું લાગતું હતું. ગાંડાની હોસ્પિટલનાં દાકતર સામે અમે ત્રણે ગાંધીજીનાં વાંદરા જેવા બેઠા હતા દાકતરે ચોપડો કાઢી કહ્યું કે નામ લખાવો.

હું મનસુખનું નામ બોલું એ પહેલાં એણે ઠાવકું મોંઢું રાખીને કહ્યું કે લખો જગદીશ ત્રિવેદી, અને દાકતર પણ એવો ઉતાવળિયો કે એણે સાંભળ્યા ભેગું જ લખી નાખ્યું. ગાંડામાં મારું નામ લખાઈ ગયું એટલે મને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે કારણ સત્ય કોઈને ગમતું નથી, મેં ભા થઈને મનસુખની બોચી પકડી દીધી, મારું વર્તન જૉઈને દાકતરને થયું કે આ ખરેખર દર્દી લાગે છે. એમાં મારા દેખાવે પણ ઘણો ભાગ ભજવ્યો હતો, દાકતરે સમયસૂચકતા વાપરીને 
ટેબલ પર પડેલી બેલ વગાડી એવા બે બોડીગાર્ડ દોડતાં આવ્યા અને મારો એક એક હાથ પકડી લીધો.

હું હજુ આગળ કઈ બોલું તે પહેલાં દાકતરે બહેરાકાકાને સવાલ કર્યો કે આવું કેટલા સમયથી છે? બહેરાકાકાને તો કોઈ એમની સામે હોઠ ફફડાવે એટલે સામેવાળાનાં સવાલ વિશે અનુમાન કરીને જ જવાબ આપવાનો હતો, એમને એમ થયું કે દાકતર એમ પૂછે છે કે જગદીશભાઈ કેટલા વર્ષથી કલાકાર છે? એટલે મારા વખાણ કરતાં હોય એમ બહેરાકાકા બોલ્યા કે એનામાં ગુણ તો નાનપણથી હતા, અને મૂળ તો એના બાપદાદાનાં સંસ્કાર એના વારસામાં ઉતર્યા છે, પણ છેલ્લા વીસ વર્ષથી તો આખી દુનિયાને ખબર છે. ત્યારબાદ મને ડાહ્યો અને મનસુખને ગાંડો સાબિત કરતાં મને પોણી કલાક લાગી ગઈ, અંતે મહામહેનતે ડોકટરને વિશ્વાસ બેઠો કે હજુ મારે દાખલ થવાને થોડી વાર છે એટલે મનસુખને દાખલ કર્યો, અને છ મહિના એકધારી સારવાર લીધા પછી મનસુખ એટલો બધો શાણો થઈ ગયો કે એટલો શાણો તો એની સારવાર કરી એ દાકતર પણ નહોતો.

સાજા થયેલા મનસુખને અમે સારા ચોઘડિયામાં ઘરે લઈ આવ્યા. એના બાપને થયું કે દીકરાને બીજીવાર હુમલો આવે એ પહેલાં પરણાવી દેવો છે, એટલે મનસુખનાં ડાહ્યા થવાનાં માનમાં એના બાપાએ ડિનરપાર્ટીનું આયોજન કર્યું. જેટલી દીકરીઓ ઉંમરલાયક હતી તેમના મા-બાપને આમંત્રણ આપવામાં આવ્યાં.

પાર્ટી પ્લોટના મેદાનમાં કામચલાઉ સ્ટેજ બનાવી એના ઉપર રિસેપ્શનની ખુરશી નાખીને એમાં મનસુખને બેસાડયો, એના હાથમાં માઈક આપવામાં આવ્યું, અને સ્ટેજ ઉપરથી જાહેરાત કરવામાં આવી કે મનસુખ રિપેર થઈ ગયો છે કોઈને ખાત્રી કરવી હોય તે સવાલ પૂછી શકે છે, એક સાત દીકરીઓના બાપે પહેલો સવાલ કર્યોકે હવે તમે શું કરશો? મનસુખે મંત્રીની માફક હસતો ચહેરો રાખીને કહ્યું કે હું ગ્રેજયુએટ થઈ ગયો છું હવે વધુ અભ્યાસ માટે અમેરિકા જઈશ.

એક વધુ દીકરીઓનાં બાપે બીજો સવાલ કર્યો કે લગ્ન માટે તમે શું વિચારો છો? મનસુખ બોલ્યો હું મારા મા-બાપને પસંદ હોય એવી જ્ઞાતિની કન્યાને પરણવા માગું છું. મને શું કુબુદ્ધિ સૂઝી કે ત્રીજો સવાલ મેં કર્યો કે તું કેવી રીતે લગ્ન કરીશ? મનસુખ બોલ્યો કે હું મારા સસરાને કહીશ કે તમારે કરિયાવરમાં માત્ર કન્યા આપવાની છે, દહેજ એ દૂષણ છે, મને દહેજમાં કશું ન ખપે, માત્ર બે બનિયાન આપજો, મેં કહ્યું કે તારે કંઈજ લેવું નથી તો બે ગંજી શા માટે માગે છે? ત્યારે શાણો મનસુખ બોલ્યો કે ગંજીના પટ્ટા કાપીશ, ગિલોલ બનાવીશ, ચકલાં મારી

1 comment: